ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

સંસદમાં બોમ્બ કાંડમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને મુંબઇના M.P. મનોજ કોટકે બંને યુવકોને ઝડપી લીધા


SHARE











સંસદમાં બોમ્બ કાંડમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને મુંબઇના M.P. મનોજ કોટકે બંને યુવકોને ઝડપી લીધા

એક યુવક સાંસદોને એક બાદ બીજી બેચ પર ઠેકતો રહ્યો બીજાએ બૂટમાંથી સ્મોક સ્ટીક કાઢીને ગૃહમાં પીળા રંગનો ધુમાડો સર્જી દીધો

થોડી મીનીટો સુધી જબરી અફડાતફડી રહી: કોંગ્રેસના સાંસદ અધીર રંજન પણ બન્ને યુવક પાછળ દોડતા હતા એક અધ્યક્ષની ખુરશી સુધી પહોંચી ગયો

નવી દિલ્હી, તા.13 : આજે સંસદમાં પ્રેક્ષક ગેલેરી સુધી પહોંચીને બાદમાં ગૃહમાં કુદીને સ્મોક બોમ્બથી અફડાતફડી ફેલાવનાર બંને યુવકો ખુબ જ બિંદાસ્તરીતે ગૃહમાં એક બાદ એક પાટલીઓ ઠેકતા ગયા હતા. બંનેએ આયોજનપૂર્વક જ કુદકો માર્યો હોય તેમ એક વ્યકિતએ સાંસદોનું ધ્યાન અન્ય બાજુ ખેંચાય તે માટે પાટલીઓ પરથી ઠેકડા મારવાનું શરુ કર્યું હતું જ્યારે બીજી વ્યકિતએ બૂટમાંથી સ્મોક સ્ટીક કાઢીને લોકસભા ગૃહને ધુમાડાથી ભરી દીધું હતું. પીળા રંગનો ધુમાડો નીકળવા લાગતા સાંસદોમાં પણ અફડા તફડી મચી ગઇ હતી. જો કે આ સમયે બે ગુજરાતી સાંસદો રાજકોટના મોહનભાઇ કુંડારીયા તથા મુંબઇના મનોજભાઇ કોટકએ હિંમતપૂર્વક આ બંને યુવકોની સામે જઇને તેમને ઝડપી લીધા હતા.

લોકસભામાં તે સમયે કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરી પણ હાજર હતા અને તેઓ પણ આ બંને યુવકોને ઝડપવા માટે દોડ્યા હતા. અને આ અફડાતફડી સર્જાતા ગૃહના માર્શલ પણ અંદર ધસી આવ્યા હતા અને તેઓએ બંને યુવકોને પકડીને બહાર લઇ ગયા હતા. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે એક વ્યકિત તો અધ્યક્ષની ખુરશી સુધી પહોંચી ગયા હતા અને કેટલાક સુત્રોચ્ચાર કરી રહ્યો હતો. આ એક ડરાવનો અનુભવ હતો જો કે તેમના હેતુ શું હતો તે અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી. પરંતુ તાનાશાહી બંધ કરો તેવા સુત્રો પોકારતો હોવાનું એક સાંસદે જણાવ્યું હતું. સંસદ ગૃહની બહાર પણ આ જ પ્રકારની ધમાલ મચી હતી અને બે વ્યકિતઓએ અહીં પણ સ્મોક સ્ટીક છોડીને ધુમાડાનું વાતાવરણ સર્જ્યું હતું.

એક યુવક ગેલેરીમાંથી કુદયો અને મારી બેચની બાજુમાં જ પડતા મે તુર્ત જ ઝડપી લીધો: મોહનભાઇ કુંડારીયા બે કે ત્રણ મીનીટ અફડાતફડી સર્જાઇ પરંતુ તમામ સાંસદો પણ યુવકોને ઝડપવા દોડ્યા હતા

આજે સંસદમાં બે યુવકોએ સર્જેલી અફડાતફડીમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ એક યુવકને હિંમતપૂર્વક ઝડપી લીધો હતો. કુંડારીયાએ વાતચીતમાં જણાવ્યું કે યુવકને વધુ કાંઇ સ્મોક સ્ટીક છોડવાની તક ન મળી હતી. પ્રેક્ષક ગેલેરીમાંથી તે નીચે કુદયો અને મારી બાજુમાં જ તે આવી જતાં કાંઇક અજુગતું હોવાનું મને ખ્યાલ આવ્યો હતો અને મે તે યુવકને ઝડપી લીધો હતો. હવે બપોરે 4 વાગ્યે લોકસભા અધ્યક્ષે તમામ સાંસદોની બેઠક બોલાવી છે. અને તેમાં સમગ્ર ઘટના અંગે વધુ માહિતી આપવામાં આવશે. શ્રી કુંડારીયાએ જણાવ્યું કે બંને યુવકોને ભાગ્યે જ બોલવાની તક મળી હતી અને ફકત બે કે ત્રણ મીનીટમાં જ તેઓ ઝડપાઇ ગયા હતા.

લોકસભામાં કુદનાર બંને યુવકો મૈસુરના રહેવાસી: સંસદ ભવન બહાર ઝડપાયેલી મહિલા હરિયાણા અને યુવક મહારાષ્ટ્રનો તમામ ચાર એક જ ઘટનામાં કંઇ રીતે એકત્ર થયા તે મહત્વનો મુદ્ો: કોઇ સંગઠન સાથે જોડાયેલા હોવાની શક્યતા આજે લોકસભા ગૃહમાં પ્રેક્ષક ગેલેરીમાંથી કુદકો મારીને અફડાતફડી સર્જનાર બે યુવકોની ઓળખ પ્રસ્થાપિત થઇ છે. જેમાં એકનું નામ સાગર શર્મા અને બીજાની ઓળખ મનોરંજનના નામે થઇ છે. તેમની પાસેથી કેટલીક ચીજો પણ મળી છે જો કે પોલીસે હજુ તે અંગે મૌન સેવ્યું છે. અને તેમની પાસે લોકસભાની ગેલેરી સુધી જવાના પાસ અને આધાર કાર્ડ પણ હતા

પોલીસે સંસદ બાદ નિલમ નામના મહિલા અને અનમોલ સિંદે નામના યુવકની ધરપકડ કરી છે. સાગર અને મનોરંજન મૈસુરના જ રહેવાસી છે અને તેમાં સાગરએ એન્જીનીયરીંગનો  વિદ્યાર્થી છે. જ્યારે મનોરંજન અભ્યાસ બાદ હાલ એન્જીનીયર તરીકે કામ કરી રહ્યો છે. આ ઉપરાંત નીલમ એ હરિયાણાના હિસારની રહેવાસી છે. જ્યારે અમોલ એ લાતુર જિલ્લાનો રહેવાસી છે હવે અલગ-અલગ રાજ્યના આ ચાર લોકો કંઇ રીતે એક જ પ્રકારની ઘટનામાં સામેલ થયા તે અંગે પણ તપાસ થશે. તેઓ કોઇ સંગઠન સાથે જોડાયા હોય તેવું માનવામાં આવે છે અને આ કડી જોડાયા બાદ તેમના ઇરાદા અંગે વધુ માહિતી મળશે તેવું માનવામાં આવે છે. 

નવી સંસદની અંદર સુરક્ષા ચૂકનો પ્રથમ બનાવ: આતંકી હુમલા વખતે બહાર જ ઘર્ષણ થયુ હતું
દેશની સંસદ સૌથી સુરક્ષિત સ્થાનો પૈકીની એક છે અને અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત સંસદની અંદર સુરક્ષા ચૂકનો બનાવ બન્યો છે. આ પુર્વે 22 વર્ષ અગાઉ સંસદ પર હુમલો થયો હતો પરંતુ ત્યારે ત્રાસવાદીઓએ સંકુલમાં જ રોકી દેવામાં આવ્યા હતા અને સંકુલમાં જ અથડામણ થઈ હતી.

પ્રેક્ષક ગેલેરીમાં ઘુસેલા શખ્સોની ચકાસણી થઈ હતી? પોલીસની તપાસ
સંસદની અંદર અને બહાર ધમાલ સર્જનાર એક યુવતી સહિતના ચાર લોકોનો કબ્જો દિલ્હી પોલીસે લીધો છે અને પુછપરછ સાથે તપાસ શરૂ કરી છે. સંસદની બહાર દિલ્હી પોલીસ તૈનાત હોય છે. સંકુલની અંદરની સુરક્ષા સીઆરપીએફના હવાલે છે. અંદર આવતા તમામની ચકાસણી થતી હોય છે ત્યારે આ બન્ને બુટમાં સ્મોક સ્ટીક છુપાવીને કેવી રીતે ઘુસી ગયા તેની સૌપ્રથમ તપાસ થશે






Latest News