મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે કામ બાબતે પિતાએ ઠપકો આપતા તરુણે ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE









મોરબીના ધુળકોટ ગામે તરુણને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તરુણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા તે તરુણનું મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ધુળકોટ ગામે અશોકભાઇ અરજણભાઇ વેગડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં હબુભાઇ ભિલના ૧૫ વર્ષના દીકરા દિનેશે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં ખેસેડાયો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા દિનેશનું મોત નીપજયું હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ કે. એમ. સોલગામએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, પ્રાથમિક તપાસમાં એવિ હક્કિત સામે આવી છે કે, મૃતક દિનેશને તેના પિતા હાબુભાઈ ભીલએ મજૂરીનું કામ ચીંધ્યું હતું જે તે ના કરતાં તે બાબતે પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેનું લાગી આવતાં દિનેશે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નીપજયું છે

પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

વાંકાનેર તાલુકામાં આવતા ભેરડા ગામે રહેતા મમતાબેન જલારામભાઈ વાઘેલા નામની મહિલા કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓના દોઢ વર્ષ પહેલા પુનઃ લગ્ન થયેલા છે અને સંતાનમાં આગલા ઘરની એક દીકરી છે જો કે, હાલમાં કયા કારણોસર મમતાબેન ઝેરી દવા પી લીધી છે તે દિશામાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના એએસઆઇ હકાભાઈ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે




Latest News