મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના મતવા ચોક પાસે વરલી જુગારની વ્હોટ્સએપથી કપાત કરાવતા એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના મતવા ચોક પાસે વરલી જુગારની વ્હોટ્સએપથી કપાત કરાવતા એક શખ્સ પકડાયો

મોરબી શહેરના રવાપર રોડ ઉપર રાજ બેંક વાળા મેઇન રોડ ઉપર આવેલ મતવા ચોકથી આગળના ભાગમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને તેની પાસેથી પોલીસે મોબાઈલ ફોન અને રોકડ મળી ૧૧,૧૨૦ નો મુદ્દામાલ કબજે કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર રાજ બેંક વાળા મેઈન રોડ ઉપર આવેલ મતવા ચોકથી આગળના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મોબાઇલમાં વ્હોટ્સએપ મેસેજના આધારે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે વરલી જુગારના આંકડા લેનારા શખ્સ પાસેથી ૫૦૦૦ રૂપિયાની કિંમતમાં મોબાઈલ તથા ૬૧૨૦ ની રોકડ આમ કુલ મળીને ૧૧,૧૧૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી બસીર સલીમભાઈ ચાનીયા જાતે સંધિ (૩૦) રહે. કાલિકા પ્લોટ ઇન્ડિયા પાન વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ દ્વારા મોબાઈલ ફોન ઉપર વરલી જુગારના આંકડાની કપાત કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હોય જેની પાસે તે કપાત કરાવતો હતો તે શખ્સને પકડવા માટે તેને પોલીસ તજવીજ શરૂ કરી છે






Latest News