મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે શેરીમાંથી મીઠો લીમડો લેવા બાબતે મહિલાને ધમકી, દંપતી સામે ફરિયાદ


SHARE











મોરબીના બરવાળા ગામે શેરીમાંથી મીઠો લીમડો લેવા બાબતે મહિલાને ધમકી, દંપતી સામે ફરિયાદ

મોરબી તાલુકાના બરવાળા ગામે શેરીમાંથી મીઠો લીમડો લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને જેમાં દંપતિ દ્વારા મહિલાને જેમ ફાવે તેમ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતી તેજસ્વીબેન દિલીપભાઈ ડાભી નામની ૨૩ વર્ષીય મહિલાએ બરવાળા ગામના જ કાંતિભાઈ કરશનભાઈ પરમાર અને તેમના પત્ની કંચનબેન કાંતિભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે શેરીમાં આવેલ મીઠો લીમડો લેવા જતા સમયે કંચનબેને તેઓની સાથે બોલાચાલી-ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી અને બાદમાં બંનેએ બોલાચાલી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હાલ ફરિયાદ નોંધાવાતા પોલીસે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે અને તપાસ અધિકારી અર્જુનસિંહ ઝાલા દ્વારા કાંતિભાઈ કરશનભાઈ પરમાર (ઉમર ૫૦) રહે.બરવાળાની ઉપરોક્ત બાબતે ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના સરૈયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા વાસુદેવભાઈ ખુમસિંગ હઠીલા (ઉમર ૩૫) અને લીલાબેન વાસુદેવ હઠીલા (ઉમર ૩૫) ને ટંકારાના હિરાપર રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હોય ત્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી અને એ ડિવિઝનમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસમાં જાણ કરાઈ હતી.

મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા અલ્પાબેન જીતેન્દ્રગીરી ગોસ્વામી નામની ૩૪ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફીનાઇલ પી ગયા હતા.જેથી તેઓને મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા પોલીસ મથકનો હોય ત્યાં જાણ કરવામાં આવી હતી.અલ્પાબેનનો લગ્નગાળો ૧૦ વર્ષનો અને બે સંતાન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News