મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મૈત્રી કરાર કરનારા યુવાનના પિતા ઉપર મહિલાના પતિનો છરી વડે હુમલો


SHARE







મૈત્રી કરાર કરનારા યુવાનના પિતા ઉપર મહિલાના પતિનો છરી વડે હુમલો

વાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામે રહેતા યુવાનના દીકરાએ મૈત્રી કરાર કરેલ હોય તે બાબતનો ખાર રાખીને મહિલાના પતિ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેની સાથે રાખેલા શખ્સે ધોકા વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જુના ગારીયા ગામે રહેતા દેવાભાઈ ઉર્ફે દેવરાજભાઈ મેરામભાઇ વાલાણી જાતે કોળી (૪૫)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચંદુભાઈ ચોથાભાઈ સરવૈયા રહે. ગારીયા તથા અજાણ્યો એક શખ્સ આમ કુલ મળીને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના દીકરા ભારતે આરોપી ચંદુભાઈ સરવૈયાના પત્ની સાથે મૈત્રી કરાર કરેલ છે જે બાબતનો ખાર રાખીને આરોપી ચંદુભાઈએ છરી વડે તેઓની ઉપર હુમલો કર્યો હતો અને બંને પગમાં છરીના ઘા મારીએ ઈજા કરી હતી તેમજ તેની સાથે રહેલા અજાણ્ય શખ્સ દ્વારા લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News