મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી


SHARE







મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતિ પાર્કમાં શેરી વાળવા બાબતે અને ઘર પાસે કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયો હતો અને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.જેમા બે સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર પાસે મારુતિ પાર્કમાં રહેતા પાયલબેન વિશાલભાઈ લાવડીયા જાતે આહિર (૨૯) અને શુભાંગીબેન ડોડીયા વચ્ચે ઝગડો થયો હતો.શેરીમાં ઘર પાસે કચરો ભેગો ન કરવા બાબતે બોલાચાલ તેમજ ઝઘડો થયો હતો.જેમાં બંને પક્ષેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને તેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડીયાને સોંપવામાં આવેલી હોય હાલ તપાસ અધિકારી દ્વારા શુભાંગીબેન પ્રદીપસિંહ પ્રવિણસિંહ ડોડીયા (૨૬) અને હરપાલસિંહ પ્રદીપસિંહ ડોડીયા (૨૪) રહે.બંને મારુતિ પાર્ક સોસાયટી વાળાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારામાં દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા નાના ખીજડીયા ગામે જયેશભાઈ પ્રભુભાઈ દેત્રોજાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના ભારતીબેન રાકેશભાઈ ઉદયસિંગ આદિવાસી નામની ૩૦ વર્ષની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.કયા કારણોસર ભારતીબેને ઉપરોક્ત પગલું ભર્યું..? તે દિશામાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આગળની તપાસ શરૂ કરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ તપોવન રેસીડેન્સી ઉત્સવ હાઈટ બ્લોક નંબર ૫૦૧ માં રહેતા હંસાબેન હસમુખભાઈ સંઘાણી નામના ૫૮ વર્ષીય વૃદ્ધાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ બાબતે એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરે પારિવારિક ઝઘડામાં પતિ દ્વારા ધક્કો લાગી જતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News