મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ક્રિશ્ના પાર્કમાં ભત્રીજીના પ્રેમી સહિતના ત્રણ શખ્સોએ કાકાને ગાળો આપીને પાઇપથી માર માર્યો


SHARE







મોરબીના ક્રિશ્ના પાર્કમાં ભત્રીજીના પ્રેમી સહિતના ત્રણ શખ્સોએ કાકાને ગાળો આપીને પાઇપથી માર માર્યો

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા યુવાનની ભત્રીજી સાથે જેને પ્રેમ સંબંધ હતો તે યુવાનને સમજાવ્યો હતો જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ધારિયા વડે હુમલો કરીને યુવાનને ગાલના ભાગે ઇજા કરી હતી અને તેની બીજી ભત્રીજીને પણ લોખંડના પાઈપથી માર મારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે રહેતા શકીલભાઈ સબીરભાઈ બલોચ જાતે મકરાણી (૪૦)એ હાલમાં નિઝામભાઈ નુરુભાઈ મકરાણી અને મહમદભાઈ નુરુભાઇ મકરાણી રહે. બંને કાલિકા પ્લોટ તેમજ આદિલ અબ્દુલભાઈ રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ફરિયાદીની ભત્રીજી સાથે આદિલને પ્રેમ સંબંધ હોય તે બાબતે તેને સમજાવ્યો હતો અને તે વાતનો ખાર રાખીને નિઝામ મકરાણીએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ ત્રણેય શખ્સોએ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં આવીને ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે આદિલ અબ્દુલભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે યુવાન ઉપર હુમલો કરતા તેના ગાલ ઉપર ઇજા થઈ હતી તેમજ મહમદભાઈ મકરાણીએ ફરિયાદીની બીજી ભત્રીજી મદીનાને લોખંડના પાઇપ વડે બંને પગમાં માર મારીને ઈજા કરી હતી જેથી ઈજા પામેલ ફરિયાદી તથા તેની ભત્રીજીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ હાલમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડી પાસેથી હડમતીયા તરફ જવાના રસ્તા ઉપર આવેલ માતૃ કૃપા વેબ્રિજ પાસેથી ટંકારા તાલુકાના વીરપર ગામે હરિ પાર્ક સોસાયટીમાં રહેતા જયકરણસિંહ સચ્ચિદાનંદસિંહ જયસ્વાલ જાતે પટેલ (૫૪) નામના આધેડ એકટીવા નંબર જીજે ૨ એસટી ૨૧૯૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડી નંબર જીજે ૩૬ ટી ૭૧૪૫ ના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને એક્ટિવાને હડફેએ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આધેડને ડાબા પગના થાપામાં ફ્રેક્ચર તથા છાતીની જમણી સાઈડમાં ક્રેક થઈ ગઈ હતી અને શરીરે નાના મોટી ઈજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં આધેડે ફરિયાદ નોંધાવી છે તેના આધારે આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદિકી ચલાવી રહ્યા છે






Latest News