મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વિજયનગરમાં યુવાને અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના વિજયનગરમાં યુવાને અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ વિજયનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત થયું હતુ ત્યારબાદ તેના મૃતદેજને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વિસીપરા અંદર આવેલ વિજયનગરમાં રહેતા આવેશભાઈ હનીફભાઈ સુમરા (૨૦) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને ઘટના સ્થળે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

ફિનાઇલની ગોળીઓ પીધી

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ લક્ષ્મી સોસાયટીમાં દેવ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ રાજેશભાઈ અઘારા (૪૨) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ફિનાઇલની ગોળીઓ પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એમ.જી. વાળા ચલાવી રહ્યા છે






Latest News