મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ બોર્ડિંગમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં આવેલ બોર્ડિંગમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર શખ્સની ધરપકડ

મૂળ વડોદરાનો રહેવાસી યુવાન જે હાલમાં મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રહે છે તે યુવાન અને અન્ય લોકોના કુલ મળીને પાંચ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ૩૮,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીને પકડીને તેની પાસેથી ચાર મોબાઈલ ફોન કબજે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વડોદરાનો રહેવાસી અને હાલમાં મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રહેતો મીત હરેશભાઈ વેકરીયા જાતે પટેલ (૨૧) નામના યુવાને મોબાઇલ ચોરીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે,  પટેલ બોર્ડિંગમાંથી તેનો અને અન્ય યુવાનોના કુલ મળીને પાંચ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૩૮,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં મયુરભાઇ મોતીભાઇ સુસરા જાતે ભરવાડ (૨૩) રહે. વીસીપરા ખાદી ભંડાર સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલા પાંચ પૈકીનાં ૨૯,૦૦૦ ની કિંમતના ચાર મોબાઈલ ફોન કબજે કરેલ છે






Latest News