મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની યુવતી સાથે દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનારા આરોપી જેલ હવાલે


SHARE







મોરબીની યુવતી સાથે દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનારા આરોપી જેલ હવાલે

મોરબીમાંથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તે યુવતીને માર મારીને તેની સાથે નાના દહીસરા ગામે આરોપીએ તેના મામાની વાડીએ છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જેની યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને અગાઉ કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂરા થતાં ફરી આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે

મોરબીમાં રહેતી યુવતી ઇન્સ્ટાગ્રામના મધ્યમથી નાના દહીંસરા ગામના ઇરફાન સુમરાના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ તે બંને વચ્ચે વાતચીત અને વિડીયોકોલ થતાં હતા તેવામાં યુવતીએ ઇરફાન સુમરા સાથે સંબંધ કાપી નાખ્યા હતા અને મોરબીમાં તેના ભાઇ સાથે રહેવા આવી ગઈ હતી. જેથી ઇરફાન સુમરાએ યુવતીને ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને યુવતીનું પંચાસર રોડ ઉપરથી અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેની સાથે છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું તેમજ યુવતીને માર માર્યો હતો જેની યુવતીએ સારવાર લીધા પછી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે નાના દહીંસરા ગામના રહેતા આરોપી ઇરફાન અલીભાઈ સુમરા (૨૭)ની ધરપકડ કરી હતી અને અગાઉ તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા તે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં આરોપીને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News