મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

ભારે કરી હો: વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે હજુ તપાસના જ નાટક !


SHARE







ભારે કરી હો: વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે હજુ તપાસના જ નાટક !

વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે,ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી સરકારી રકમ,વિદ્યાલક્ષ્મી બોન્ડની પાકતી મુદતની રકમ નિવૃત્ત શિક્ષકોને મળતી 300 રજાનો રોકડ પગાર, એરિયર્સની રકમ, મૃત શિક્ષકોના વારસદારોને મળતા સિલેક્શન ગ્રેડના એરિયર્સની રકમ,કસ્તુરબા બાલિકા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી દિકરીઓને મળતા લાભો ભોજન બીલની રકમના ખોટા બિલો બનાવી રૂપિયા અંગત ખાતામાં જમા કરવા,બેંકના ખોટા ચલણ બનાવવા વગેરે અનેક કારસ્તાનો કરી આશરે ૯૩ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે

જેની જિલ્લા પંચાયત મોરબીની ટિમ દ્વારા તપાસ કરવામાં આવેલ ત્રણ ચાર મહિના સુધી ચાલેલ તપાસના અંતે બત્રીસ લાખ જેવી રકમના ચલણ ભરાવી રૂપિયા પરત જમા કરાવ્યા અને ત્રણ શિક્ષકો વિરુદ્ધ કહેવા પૂરતી એફઆઈઆર નોંધાવી હતી પરંતુ જેની સહીથી આવડો મોટો ભ્રષ્ટાચાર થયો હોય એ વખતના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી આથી વાંકાનેરના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા વળી કચેરી દ્વારા કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ સોંપતા તા.૧૩/૧૦ ના રોજ ટિમ તપાસ અર્થે આવેલ હોવાની વાત સામે આવી હતી જો કે, ભ્રષ્ટાચાર શિક્ષણ શાખામાં થયેલ છે અને તેની તપાસ માટે આવેલ ટિમ વાંકાનેર તાલુકાનાં માટેલ ગામની શાળામાં આવી હતી આટલું જ નહીં જેની વિરુદ્ધ તપાસ થઈ રહી છે એ પણ તપાસ ટીમની સાથે હોવાનું ચર્ચાઇ રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે, જેમના વિરુદ્ધ ફરિયાદ થયેલ છે એ ત્રણેય શિક્ષકોએ તપાસ કમિટી સમક્ષ હાજર થવાની સ્પષ્ટ ન પાડી દીધી છે તો પછી ફરી એકવાર મોટા માથાને બચાવવા તપાસનું નાટક ચાલતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે






Latest News