મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદરે કોલસાની ટ્રક ભરવાની માથાકૂટમાં થયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ


SHARE







મોરબી જિલ્લાના નવલખી બંદરે કોલસાની ટ્રક ભરવાની માથાકૂટમાં થયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ

મોરબી જિલ્લાના નવલખી બંદરે કોલસાની ગાડી ભરવા મામેલ માથાકૂટ થઈ હતી અને ત્યારે મોટા દહીસરા ગામના ક્ષત્રિય યુવાનને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી આ કેસમાં મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે એક આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે જો કે, બે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ ગત તા.૨૨/૨/૨૧ ના રોજ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા અને નવલખી બંદરે વાસુકી કોલ નામની કંપનીમાં લોડિંગ વિભાગમાં કામ કરતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજાને ટ્રકમાં કોલસો ભરવા મામલે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા સાથે બોલાચાલી થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા તેમજ મયુરસિંહ રણજીતસિંહ જાડેજાના ક્હેવાથી ક્રેટા કારમાં આવેલા સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે,મોટા દહીસરા ગામ વાળાએ છરીના આડેધડ ઘા ઝીકી દીધા હતા જેથી કરીને દશરથસિંહ ભગવતસિંહ જાડેજાનું મોત નીપજયું હતું આ અંગે મૃતકના નાના ભાઈ કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા તેમજ મયુરસિંહ રણજીતસિંહ જાડેજાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે તેમજ આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજાને આજીવન કેદની સજા કરી છે અને બે લાખનો દંડ કરેલ છે અને આ દંડની રકમ મૃતકના વારસદારોને ગુજરાત વિકટીમ કમ્પૅઝીશેન સ્કીમ અન્વયે આપવા આદેશ કર્યો છે અને જો દંડની રકમ ન ભરે તો આરોપીને વધુ ત્રણ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો છે






Latest News