મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે


SHARE







મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૦૯-૧૦-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, કલાકે, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએચસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

બાગાયત વિભાગ

સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં કેનીંગ અને કીચન ગાર્ડન યોજના અંતર્ગત શહેરીજનોને ઘર આંગણે બાગાયત વાટિકા ઉભી કરવાના હેતુસર વ્યાજબી ભાવે શાકભાજી બિયારણનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું  છે. જેમાં ભીંડા, ગુવાર, રીંગણ, ટામેટા, મરચા, ચોળી, દુધી, તુરીયા, કારેલા, કાકડી, પાલક, ગાજર, મુળા, મેથી,ધાણા શાકભાજી બિયારણ હાલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કિચન ગાર્ડનીંગ વિશે તાંત્રિક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. આ શાકભાજી બિયારણ નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી ખાતે ૧૧:૦૦ થી ૫:૦૦ કલાક દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) મળી રહેશે. વધુ માહિતી માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News