ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવ બેંકવેટ હોલ ખાતે મંત્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબીનો પ્રારંભ કરાશે


SHARE







મોરબીમાં કેશવ બેંકવેટ હોલ ખાતે મંત્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબીનો પ્રારંભ કરાશે

મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરે દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીકાર્યક્રમ યોજાનાર છે. જેનો ૯ ઓક્ટોબરે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.

હાલ સમગ્ર રાજ્યમાં ગ્લોબલ સમિટઅન્વયે વાઇબ્રન્ટ ગુજરાતકાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટકાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોરબીના કેશવ બેંકવેટ હોલ, કેનાલ રોડ પર કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે આ કાર્યક્રમ અન્વયે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર અનુરૂપ લગભગ ૯૦ થી વધુ એમ.ઓ.યુ. થનાર છે. વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીકાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની એમ.એસ.એમ.ઈ. યોજનાઓની જાણકારી આપતું પ્રેઝન્ટેશન, એક્સપોર્ટ વર્કશોપ, ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ, નેટવર્કિંગ સેશન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રદર્શન, રજીસ્ટ્રેશનની માહિતી તેમજ પ્રોડક્ટ સ્ટોલ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે.






Latest News