ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે ઘરમાંથી ૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક પકડાયો: બેની શોધખોળ 


SHARE







મોરબીના લાલપર ગામે ઘરમાંથી ૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક પકડાયો: બેની શોધખોળ 

મોરબી તાલુકાના લાલપર ગામે મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સ રાખીને વેચાણ કરવામાં આવતું હોવાની એસઓજીની ટીમને હકકીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ઘરમાંથી ૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે ,૯૪,૦૦૦ નું મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળીને ૨.૮૦ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બે શખસોના નામ સામે આવ્યા છે જેથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગરને બાતમી મળેલ હતી કે, હકીમ રોડાજી આકી જાતે અજમેરી રહે. મૂળ રાજસ્થાન હાલ લાલપર નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગમાં બીજો માળ વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં માદક પદાર્થ પાવડર રાખીને ગ્રાહકોને વેચાણ કરે છે જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૯.૪૦ ગ્રામ જેની કિંમત ૧,૯૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી હકીમ રોડાજી આકી જાતે અજમેરી (પર) રહે. હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર મોરબી મુળ રહે. ગાદોલ ગામ વોર્ડ નં-ર મસ્જીદની પાસે તાલુકો પ્રતાપગઢ (રાજસ્થાન) વાળની ધરપકડ કરેલ છે

હાલમાં પોલીસે આ શખ્સની પાસેથી ૧,૯૪,૦૦૦ ની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ તેમજ રોકડા રૂપીયા ૮૫,૦૦૦, એક મોબાઇલ ફોન, એક વજન કાંટો આમ કુલ મળીને ૨,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને તેની પાસેથી દાઉદ ઇબ્રાહીમ બેલીમ જાતે અજમેરી રહે.ગાદોલા તાલુકો પ્રતાપગઢ રાજસ્થાન અને જીતેન્દ્ર રામજી પ્રજાપતિ જાતે કુંભાર રહે. ત્રાજપર ચાર રસ્તા એસ.આર.પંપ પાસે શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૩૦૪ મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે ત્રણેય શખ્સની સામે એન.ડી.પી.એસ એક્ટની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બે આરોપી પકડવાના છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ એમ.એસ. અંસારી તથા કે.આર. કેસરીયા તેમજ રણજીતભાઇ બાવડા, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શૈખાભાઇ મોરી, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લાવડીયાએ કરી હતી 






Latest News