મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયામાં જુગારની રેડ પડતાં નાશભાગ: ત્રણ જુગારી પકડાયા, ચાર ફરાર


SHARE







વાંકાનેરના મેસરીયામાં જુગારની રેડ પડતાં નાશભાગ: ત્રણ જુગારી પકડાયા, ચાર ફરાર

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસ દ્વારા ત્રણ જુગારીઓને પકડીને તેની પાસેથી ૨૩,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જો કે, નાસી છૂટેલા ચાર જુગારીઓને પકડવા માટે હાલમાં તાલુકા પોલીસ દ્વારા તજવીક શરૂ કરવામાં આવી છ

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા વિનાભાઈ કેશાભાઈ કોળીની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસે હરેશભાઈ સોમાભાઈ ભુસડીયા જાતે કોળી (૨૫), ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ જાતે કોળી (૩૫), મીઠાભાઈ પાંચાભાઇ મકવાણા જાતે કોળી (૪૦) રહે. ત્રણેય મેસરીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૫,૩૦૦ ની રોકડ તથા ૮૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૨૩,૩૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો છે જોકે, પોલીસને જોઈને નાસી છૂટેલા જુગારીઓમાં શામજીભાઈ સોમાભાઈ કોળી, ધનાભાઈ ગેલાભાઈ કોળી, વિનાભાઈ કેસાભાઈ કોળી અને હસમુખભાઈ દેવગુણભાઈ કોળી રહે. બધા મેસરિયા વાળાનો સમાવેશ થતો હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News