મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ઉમેદવારો- નોકરીદાતાઓ માટે “અનુબંધમ” વેબ પોર્ટલ બની આશીર્વાદ


SHARE







મોરબી સહિત ગુજરાતમાં ઉમેદવારો- નોકરીદાતાઓ માટે અનુબંધમવેબ પોર્ટલ બની આશીર્વાદ

ગુજરાત સરકાર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને  રોજગારલક્ષી  સેવાઓ  એક જ કોમન પ્લેટફોર્મ પર મળી રહે તે માટે અનુબંધમવેબ-પોર્ટલ અને મોબાઇલ એપ (https://anubandham.gujarat.gov.in/home) નું નિર્માણ કરવામાં આવેલ છે જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ વેબપોર્ટલ પર ઉમેદવારો પોતાનું રજીસ્ટ્રેશન કરીને ખાનગી ક્ષેત્રે યોજાતા ભરતી મેળાઓમાં સહભાગી થઇ શકે છે, ઇન્ટર્વ્યુ આપી શકે છે, પસંદગી મેળવી શકે છે. તેમજ નોકરીદાતાઓ/એકમો પણ ભરતી મેળાઓમાં સહભાગી થઇ શકે છે, ઉમેદવારોના ઇન્ટર્વ્યુ લઇ શકે છે અને મેન પાવરની પસંદગી કરી શકે છે. આ તમામ સેવાઓ વિનામૂલ્યે મળે છે.

રોજગાર કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી ચૂકેલ ઉમેદવારોએ પણ રોજગાર સેવાઓ મેળવવા સદર પોર્ટલ પર ફરીથી નામ નોંધણી કરવી જરૂરી છે. ઉમેદવાર જાતે જ પોર્ટલ પર નામ નોંધણી કરી શકે છે. અથવા ઉમેદવારે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ સાથે રોજગાર વિનિમય કચેરી,  જિલ્લા   સેવા સદન, સો ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવાથી નામ નોંધણી કરી આપવામાં આવશે. નોકરીદાતાઓને પણ રોજગાર કચેરી ખાતે ઉપસ્થિત રહેવાથી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. વધુ વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૩૯૦૩૯૦ અથવા ફોન નં. ૦૨૮૨૨-૨૪૦૪૧૯ નો સંપર્ક સાધવા  વેબ-સાઇટ/પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે મોરબી જિલ્લાના તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને ઔદ્યોગિક એકમો અને સરકારી-અર્ધસરકારી કચેરીઓને રોજગાર અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.




Latest News