મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલ યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી


SHARE











મોરબીમાં સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલ યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી

સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવીને ઘણી વખત અઘટિત બનાવો બને છે આવી જ રીતે મોરબી તાલુકામાં રહેતી એક યુવતી ઇન્સ્ટાગ્રામથી યુવકના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવતી પરિવારને જાણ કરી ન હતી જો કે, યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું ત્યાર બાદ દુષ્કર્મની ઘટના સામે આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી સોશ્યલ મીડિયાથી એક યુવકના સંપર્કમાં આવી હતી અને તે યુવતી સાથે મિત્રતા બનાવીને કાનો ભુપતભાઇ કોળી નામના શખ્સે યુવતીને મળવા માટે બોલાવી હતી અને ત્યાર બાદ તે શખ્સે યુવતીના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને તેની સાથે એક નહીં બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીને કોઈને તેની જાણ ન કરવા માટે ધમકી આપી હતી દરમ્યાન યુવતી ગર્ભવતી હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને દુષ્કર્મનો આ મામલો સામે આવેલ છે અને હાલમાં યુવતીને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવતા ભોગ બનેલ યુવતીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને કાના ભુપતભાઇ કોળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News