મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રાજસ્થળી અને ચરાડવા ગામે ઝેરી દવા પી ગયેલા યુવક-યુવતીના મોત


SHARE







મોરબીના રાજસ્થળી અને ચરાડવા ગામે ઝેરી દવા પી ગયેલા યુવક-યુવતીના મોત

મોરબી જિલ્લાના બે જુદાજુદા તાલુકાઓમાં ઝેરી દવા પી જવાના બનાવો બન્યા હતા જે બનાવોમાં સારવારમાં ખસેડાયેલા યુવક તથા યુવતીના સારવાર દરમિયાન મોત નિપજયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.હળવદના ચરાડવા ગામે વાડી વિસ્તારમાં દવા પી ગયેલ સગીર વયની યુવતીનું તેમજ વાકાનેર તાલુકાના રાજસ્થળી ગામે દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવામાં મળેલ છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની વર્ષાબેન થાવરભાઈ નાયક (ઉમર ૧૫) નામની સગીર વયની યુવતી કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને ગત તા.૯-૯ ના રોજ ચરાડવા પીએચસી ખાતે સારવારમાં ખસેડાઈ હતી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં સારવારમાં રહેલ વર્ષાબેન નાયક નામની સગીર વયની યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.જેથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી બનાવ સંદર્ભે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ બનાવ ચરાડવા પંથકનો હોય હળવદ પોલીસમાં આ બનાવ અંગે આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવેલ છે.

જ્યારે બીજો બનાવ વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે બન્યો હતો.જેમાં અજીતભાઈ મનસુખભાઈ ડાભી નામનો ૧૯ વર્ષનો યુવાન ગત તા.૭-૯ ના રોજ બપોરના ૨:૩૦ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને તેનું તા.૭-૯ ના રોજ રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નીપજ્યું હતું.મંગલમ હોસ્પિટલ ખાતેથી આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હોય મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે પ્રાથમિક તપાસના કાગળો તૈયાર કરીને બનાવ વાંકાનેર તાલુકા પંથકનો હોય વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને આ બાબતે આગળની તપાસ માટે જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા વનરાજભાઈ દેસુરભાઈ સોલંકી નામના ૩૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.શિવમ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગરે તપાસ હાથ ધરી હતી.જેમાં ખુલ્યુ હતુ કે વનરાજભાઈ સોલંકી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ બેલા (રંગપર) ગામ નજીકના ફિટ્રા સીરામીક પાસે તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં તેઓને ઈજા તથા સારવારમાં ખસેડાયા હતા.






Latest News