મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની માવતરે જતી રહેતા યુવાને મચ્છર મારવાનું લિક્વિડ ગટગટાવ્યું


SHARE







મોરબીમાં પત્ની માવતરે જતી રહેતા યુવાને મચ્છર મારવાનું લિક્વિડ ગટગટાવ્યું

મોરબીમાં રહેતા યુવાનની પત્ની માવતરે જતી રહી હતી જેથી કરીને યુવાન શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે હતો ત્યારે યુવાન મચ્છર મારવાનું લિક્વિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સુપર ટોકીઝ પાસે રહેતો નિલેશ કાંતિલાલ જોગીદાસ (૨૬) નામનો યુવાન મોરબી વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે હતો ત્યારે ત્યાં મચ્છર મારવાનું લિક્વિડ પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પત્ની માવતરે જતી રહી હોય તેને લાગી આવતા તે યુવાને મચ્છર મારવાનું લિક્વિડ પી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

માર માર્યો

મોરબી શહેરના વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે રહેતા કવિતાબેન બીપીનભાઈ સોલંકી (૩૦) નામના મહિલાને માર માર્યો હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મહિલાને ઘરે હતી ત્યારે તેના પતિએ માર માર્યો હોવાથી તેને ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળીયા ગામથી આગળના ભાગમાં આવેલ મહેન્દ્રગઢ ગામે રહેતા મયુરીબેન શિવલાલ (૧૨) નામની સગીરા તેના પિતા સાથે બાઈકમાં બેસીને સનાળાથી પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે વાવડી નજીક તેનું બાઈક રીક્ષા સાથે અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મયુરીબેનને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News