મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદમાં બે યુવાન ઉપર છરી વડે હુમલો: સાત પૈકીનાં પાંચ આરોપીઓની ધરપકડ


SHARE







હળવદમાં બે યુવાન ઉપર છરી વડે હુમલો: સાત પૈકીનાં પાંચ આરોપીઓની ધરપકડ

હળવદની મોરબી ચોકડીએ આવેલ કનૈયા હોટલ પાસે ચા પીવા માટે યુવાનો ગયા હતા ત્યારે હળવદના શખ્સોએ ત્યાં આવીને તે યુવાનોના પરિચિત સાથે ઝઘડો કરતાં હતા જેથી કરીને વચ્ચે પડેલા બન્ને યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે સાત પૈકીનાં પાંચ આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ઘનશ્યામપુર ગામે રહેતા ઓમદેવસિંહ હરપાલસિંહ ઝાલાએ હળવદ પોલીસ સ્ટેશને મયુર રાઠોડ, મયુર પરમાર, મોહિત પરમાર, અમન પરમાર, જય પરમાર, અફજલ સંધી અને કાનો રાવલ રહે. બધા હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તે હળવદમાં રહેતા તેના મિત્ર હરદેવસિંહ મયુરસિંહ ઝાલા સાથે મોરબી ચોકડીએ કનૈયા હોટલે તેમના પરિચિત એવા મોદી દલવાડી સાથે ચા પીતા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને મોદી દલવાડી સાથે ઝઘડો કરતાં હતા ત્યારે ફરિયાદીએ ઝઘડો નહીં કરવા કહ્યું હતું ત્યારે આરોપીઓએ ફરિયાદી ઓમદેવસિંહ અને હરદેવસિંહ સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારે આરોપી મયુર રાઠોડે પોતાના પાસે રહેલી છરી વડે આડેધડ ઘા માર્યા હતા જેથી ઓમદેવસિંહ અને હરદેવસિંહને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપી મયુર પરમાર, મોહિત પરમાર, અમન પરમાર, જય પરમાર અને અફજલ સંધીની ધરપકડ કરી છે જો કે, ફરિયાદી સહિત બે વ્યક્તિને છરી મારનારા મયુર રાઠોડ તેમજ કાનો રાવલ નામના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

હળવદ નજીક આવેલ શક્તિનગર પાસેથી મૂળ છોટાઉદેપુરના રહેવાસી અને હાલમાં સુખપર ગામે નાગજીભાઇ બેચરભાઇ કલોત્રા જાતે રબારીની વાડીએ રહેતા સુકેશભાઇ સુખરામભાઇ રાઠવા બાઇક લઈને જતાં હતા ત્યારે જીજે ૧૨ એટી ૮૫૫૬ નંબરના ટ્રકના ચાલકે પાછળથી તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને સુકેશભાઈને માથા તેમજ શરીરે ઇજાઓ થયેલ હતી જેથી કરીને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાશી ગયો હતો જેથી કરીને સુકેશભાઇના પત્ની ગીતાબેન સુકેશભાઇ રાઠવાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે






Latest News