મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાની કરોડો રૂપિયાની રેતી ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







હળવદ તાલુકાની કરોડો રૂપિયાની રેતી ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

થોડા સમય પહેલા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેતી ચોરી બાબતે રેડ કરવામાં આવી હતી અને કરોડોની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને આરોપીઓને પકડવામાં આવ્યા હતા આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે

આ રેડ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં આરોપીઓને સ્થળ ઉપરથી પકડવામાં આવ્યા હતા અને કરોડોનો મુદામાલ પણ કબજે કર્યો હતો આ ગુનાની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ. ઝાલાને સોંપવામાં આવી છે અને આ ગુનામાં આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે ત્યારે એલસીબીની ટીમે આ ગુનામાં આરોપી રહીમભાઈ હુસેનભાઇ રાઉમા (૪૪) રહે. સામખીયારી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસને હવાલે કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ રાધે હોટલ નજીકથી રોડ ઉપરથી પસાર થઈ રહેલ રીક્ષામાં બેઠેલા કમલેશભાઈ પ્રજાપતિ (૩૫) અને ચુનીલાલ રાય (૩૩) રહે. બંને મૂળ યુપી વાળા નીચે પડી ગયા હતા જેથી કરીને બંને યુવાનોને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આગલ્ત્નિ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News