મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવાયો


SHARE







મોરબીની ભારતી વિધાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં કેજી થી ધો ૧૨ ના વિદ્યાર્થીઓએ જ એક દિવસીય શિક્ષક તરીકેની ભૂમિકા ભજવેલ હતી અને શાળાના કુલ ૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ દિવસને યાદગાર બનાવવા ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી અને શાળાના સવાર પાળીના આચાર્યા તરીકે પરમાર દીપાન્સી જ્યંતિભાઈ (ધો. ૯) અને બપોરપાળીના આચાર્યા તરીકે જાડેજા પ્રિયંકા અનિરુદ્ધસિંહ (ધો. ૧૨) એ એક દિવસ માટે જવાબદારી નિભાવી અને સમગ્ર શાળા અને શિક્ષકો સાથે સંકલન સાથે શિક્ષક દિવસની ઉજવણી કરેલ હતી  અંતમાં શાળાના એક દિવસીય આચાર્ય દ્વારા ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપેલ તેમજ શાળા સંચાલક કૌશલભાઈ મહેતા અને વિવેકભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને શા માટે સમાજને શિક્ષકની જરૂર છે ? વિશે માહિતી આપવામાં આવી હતી અને શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા






Latest News