મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રાતાવીરડા પાસે ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૧૨ શખ્સો ૪.૫૨ ની રોકડ સાથજે પકડાયા


SHARE











વાંકાનેરમાં રાતાવીરડા પાસે ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૧૨ શખ્સો ૪.૫૨ ની રોકડ સાથજે પકડાયા

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ૧૨ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૪,૫૨,૫૦૦ ના મુદામાલ સાથે પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે જીજ્ઞાસાબેન કણસાગરા, શકિતસંહ ઝાલા, નિરવભાઇ મકવાણા તથા સંજયભાઇ રાઠોડને મળેલ બાતમી આધારે પોલીસે રાતાવીરડા ગામે ગોરધનભાઇ છનાભાઇ કોળીની ભીમગુડા જવાના રસ્તે આવેલ ખેતરની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ગોરધનભાઇ છનાભાઇ અબાસણીયા (૪૨) રહે. રાતાવીરડા, છગનભાઇ સતાભાઇ મુંધવા (૩૩) રહે. સરતાનપર, ચંદુભાઇ સોમાભાઇ રીબડીયા (૩૦) રહે. રાતાવીરડા, પ્રભુભાઇ ભગવાનજીભાઇ ચાવડા (૪૫) રહે. વાવડી રોડ કૃષ્ણનગર સોસાયટી મોરબી, શાંતિદાસ વજેરામભાઇ દુધરેજીયા (૩૩) રહે. જુના રાતાવીરડા, કૌશિકભાઇ મહેશભાઇ કંઝારીયા (૨૦) રહે. ગોર ખીજડીયા, જગદિશભાઇ ખીમાભાઇ રબારી (૩૨) રહે. સીતારામ સોસાયટી મકનસર, કમલેશભાઇ છગનભાઇ સંઘાણી (૪૨) રહે. પંચાસર રોડ નિરવ પાર્ક મોરબી, મીઠાભાઇ રણછોડભાઇ રાવા (૨૮) રહે. ત્રાજપર સિલ્વર પાર્ક સોસાયટી મોરબી, મયુરભા પ્રવિણભા ગઢવી (૨૮) રહે. સોનલ સોસાયટી રફાળેશ્વર, મુકેશભાઇ રેવાભાઇ રાતડીયા (૩૫) રહે. વાણીયા સોસાયટી મહેન્દ્રનગર અને રાજ કનુભાઇ રતન (ર૬) રહે. રફાળેશ્વર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૪,૫૨,૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે






Latest News