મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના ચરાડવામાંથી શંકાસ્પદ કેફી પીણાંની ૨૩૨૫ બોટલ કબજે: ૩.૪૫ લાખનો મુદામાલ પકડાયો


SHARE







હળવદના ચરાડવામાંથી શંકાસ્પદ કેફી પીણાંની ૨૩૨૫ બોટલ કબજે: ૩.૪૫ લાખનો મુદામાલ પકડાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામે આયુર્વેદિક પીણાના નામે શંકાસ્પદ કેફી પીણું વેચવામાં આવી રહ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લા એસઓજીની ટીમે ત્યાં રેડ કરીને આ શંકાસ્પદ પીણાંની કુલ મળીને ૨૩૨૫ બોટલો કબજે કરેલ છે અને તેના આધાર કે બીલ વગરના મોટા જથ્થાને રહેણાંક મકાનના ગોડાઉનમાં રાખવામા આવ્યો હતો જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વર્તમાન સમયમાં આયુર્વેદિકની આડમાં બજારમાં હર્બી પીણાનું વેચાણ કરવામાં આવે છે અને કબજામાં પણ રાખતા હોય છે ત્યારે આવા શખ્સોને શોધવા માટે પોલીસ કવાયત કરતી હોય છે તેવામાં મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટિમ કામ કરી રહી છે અને હળવદ વિસ્તારમાં ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, ભાવેશભાઇ મિયાત્રાને સંયુક્ત બાતમી મળેલ કે, ચરાડવા ગોપાલનગરમાં રહેતા અને બસ સ્ટેશન પાસે મુરલીધર પાન સેન્ટરની દુકાન વાળા રાજેશભાઇ ડાયાભાઇ સોનગ્રા તેના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં આવેલ દુકાન અને ગોડાઉનમાં આયુર્વેદિક શંકાસ્પદ કેફી પીણાની બોટલોનો મોટો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે.

જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે તેના કબજા ભોગવટા વાળા સ્થળેથી બીલ કે આધાર વગરનો ગેરકાયદેસર “ASHVASHAV” ટોનીક 400 M.J.ની કાળા ઘોડા વાળી શીલપેક ૨૨૫૦ બોટલો જેની કિમત ૩,૩૫,૨૫૦ અને “AL MEGHASAVA ASAVA-ARISHTA” 375 M1,ની શીલપેક ૭૫ બોટલ જેની કિમત ૧૧,૧૭૫ આમ કુલ મળીને ૨૩૨૫ બોટલ જેની કિંમત ૩,૪૬,૪૨૫ નો મુદામાલ હાલમાં સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે કરીને રાજેશભાઇ ડાયાભાઇ સોનગ્રા જાતે સતવારા (૪૨) રહે. ગોપાલનગર ચરાડવા વાળાની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News