મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના નવા સાપકડામાં ઘરમાં ખાડો ખોદીને ૫૭ બોટલ દારૂ સાથે બુટલેગરને પકડતી પોલીસ


SHARE







હળવદના નવા સાપકડામાં ઘરમાં ખાડો ખોદીને ૫૭ બોટલ દારૂ સાથે બુટલેગરને પકડતી પોલીસ

હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરના ફળિયામાં જમીનમાં દાટીને રાખવામાં આવેલ દારૂની ૫૭ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૫,૨૯૫ નો દારૂ કબજે કરીને આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેતા રસિકભાઈ નંદેસરીયાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરના ફળિયામાં જમીનમાં દારૂની બોટલ દાટી રાખી હોવાનું સામે આવ્યું હતું જેથી આરોપીના ઘરના ફળિયામાં ખાડો કરીને પોલીસે બેરલ છુપાવી રાખેલ દારૂની ૫૭ બોટલો કબજે કરી હતી અને ૨૫,૨૯૫ ના દારૂના જથ્થાની સાથે આરોપી રસિકભાઈ ઉર્ફે લાલો રામાભાઇ નંદેસરિયા જાતે કોળી (૩૦) રહે. નવા સાપકડા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે આ કામગીરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. છાસિયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી






Latest News