વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આદિવાસી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ભલગામ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આદિવાસી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે બાઇક લઇને પસાર થતાં યુવાનને સામેથી રોંગ સાઈડમાં આવેલા ટ્રકચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથામાં છાતી અને હાથે-પગે ઇજાઓ થતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રક ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબ શરૂ કરેલ છે 

જાણવા મળતી વિગત મુજબ હાલમાં મોરબી તાલુકાના બિલિયા ગામે રહેતા અને ખેતરોમાં મજૂરી કામ કરતાં મનુભાઈ છગનભાઈ ગણાવા જાતે આદિવાસી (૪૫)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૭ યુયુ૬૮૬૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ નાનો ભાઇ દિનેશ છગનભાઈ ગણાવા પોતાની બાઇક નંબર જીજે ૩૪ સી ૮૩૭૭ લઈને ભલગામ પાસે આવેલ રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે રોંગ સાઇડમાં આવેલા ટ્રક ચાલકે પોતાની ટ્રકના હડફેટે તેઓના ભાઈના બાઇકને લીધું હતું જેથી કરીને તેના નાના દિનેશભાઈને માથાછાતી અને હાથે-પગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતકના ભાઇની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તકલીફ કરી છે

અકસ્માત

મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામ પાસે આવેલ સીયાન સિરામિકના કેમ્પસમાં ફરિયાદી ચેતનભાઇ ભીમજીભાઇ ગોઢવીયા જાતે પટેલ (ઉંમર ૨૮) રહેઆલાપ રોડ પટેલ નગર કુશ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૨ વાળાનુ એકટીવા નંબર જીજે ૩૬ એએ ૪૬૦૬ પાર્ક કરીને મૂક્યું હતું જેના ઉપર ડમ્પર નંબર જીજે ૫ બીએકસ ૫૮૧૪ ના ડ્રાઈવર ગોરધનભાઈ કલ્યાણસિંહ બારેલા (૨૪) રહે હાલ ઉચીમાંડલ દરગાહની બાજુવાળા પોતાનું ડમ્પર રિવર્સમાં લેતા એક્ટીવા ઉપર ચડાવી દીધુ હતુ જેથી કરીને એકટીવાનો ભુક્કો બોલી ગયો હતો અને હાલમાં ચેતનભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પરના ચાલકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News