વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના શીવસેવક ગ્રૂપ દ્વારા સુરજબારી પુલ પાસે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE







મોરબીના શીવસેવક ગ્રૂપ દ્વારા સુરજબારી પુલ પાસે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી જિલ્લાના માળીયા પાસે સુરજબારી પુલ નજીક  આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર રોડ (મોરબી) દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ તા ૨૮ થી શરૂ કરવામાં આવશે

કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના ઘણા પદયાત્રીઓ જતાં હોય છે અને કચ્છ બાજુ જવાના રસ્તા મોરબી જિલ્લામાથી જ પસાર થાય છે જેથી કરીને માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે જુદાજુદા સમાજ અને સંગઠનો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે માટે શીવસેવક ગ્રુપ-રવાપર રોડ (મોરબી) દ્વારા સુરજબારી પુલ પહેલા પોલીસ ચેક પોસ્ટ પાછળના ભાગમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ તા ૨૮ થી શરૂ કરવામાં આવશે અને તા ૧/૧૦ સુધી ચાલુ રહેશે આ કેમ્પમાં પદયાત્રીઓને ૨૪ કલાક ચા – નાસ્તોબપોરે તથા રાતે ભોજનપ્રસાદમેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે ખાસ એસી અને મોબાઈલ ચાર્જની પણ સુવિધા રાખવામા આવી છે અને કેમ્પની વધુ વિગત માટે જયેશભાઇ પટેલ (99790 50000), સંજયભાઈ કૈલા (98793 76033), મયુરભાઇ વરમોરા (98252 17710) અને આનંદભાઇ કાસુન્દ્રા (90333 45777) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News