મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયનો જિલ્લા કક્ષાની નિબંધ-ચિત્ર સ્પર્ધામાં ડંકો


SHARE







વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયનો જિલ્લા કક્ષાની નિબંધ-ચિત્ર સ્પર્ધામાં ડંકો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા યુવા મહોત્સવ આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ચંદ્રપુર મુકામે યોજવામાં આવેલ હતી. તેમાં શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરની નવ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવેલ હોવાથી જિલ્લા કક્ષા એ નવયુગ સંકુલ મોરબીમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમા પણ શાળાની વિદ્યાર્થીનીઓ રાઠોડ ડિનલ નિબંધ સ્પર્ધામાં અને વાળા જાનવીબા ચિત્ર સ્પર્ધામાં તૃતીય ક્રમાંકમાં મેળવેલ છે. જેથી શાળાના આચાર્ય દર્શનાબેન જાની તથા શાળા પરિવાર તરફથી બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ.






Latest News