મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડ, ૭ પકડાયા: વાંકાનેરમાં બે બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડ, ૭ પકડાયા: વાંકાનેરમાં બે બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના અમરેલી રોડે અને માળીયા ફાટક ચોકડી પાસે જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા સાત જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩૯૧૦૦ નો મુદામાલ કબજે કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ઇંટોના ભઠ્ઠા પાસે જુગાર રમતા હોવાની પોલીસીને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા કિરીટભાઈ બાબુભાઈ અગેચાણીયા (૨૨), રોહિતભાઈ ઉર્ફે બબલુ બાબુભાઈ અગેચાણીયા (૨૦), સંજયભાઈ ભુરાભાઈ દુદકીયા (૨૬), સંજયભાઈ મનુભાઈ દેગામા (૨૭), સાજીદ ઉર્ફે સાજલો સાઉદીનભાઈ જેડા (૨૪) અને જયંતીભાઈ મેરૂભાઈ સાલાણી (૬૪) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૦૨૦૦ ની રોકડ ઉપરથી કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે જુગારની બીજી રેડ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે માળિયા ફાટક ચોકડી નજીક આવેલ બસ સ્ટોપ પાસે કરવાં આવી હતી ત્યા જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા વિનોદભાઈ મનુભાઈ વરાણીયા જાતે કોળી (૩૨) રહે. માળિયા ફાટક પાસે સિદ્ધિ વિનાયક હોસ્પિટલની પાછળ મહેન્દ્રનગર વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૮૯૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ

વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી બાઈક નંબર જીજે ૩૬ એઇ ૭૧૮૬ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦ ની કિંમતની દારૂની બોટલો તથા ૨૦,૦૦૦ નું બાઈક આમ કુલ મળીને ૨૦,૭૫૦ ના મુદ્દામાલ સાથે મનીષભાઈ મનસુખભાઈ રાઠોડ જાતે વાલ્મિકી (૨૦) રહે. કુંભારપરા શેરી નં-૫ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News