મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

ટંકારા પાસે ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત


SHARE







ટંકારા પાસે ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત

ટંકારા નજીકથી બાઇક ઉપર દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતના બનાવમાં મહિલાના પેટના ભાગ ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું અને યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી ટ્રક છોડીને નાસી ગયેલા ટ્રક ચાલક સામે ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના કલ્યાણપર રોડ ઉપર આશાબાપીરની દરગાહ પાસે ૧૦૦ વારિયા પ્લોટમાં રહેતા સનીભાઈ આદેશભાઈ ચૌહાણ જાતે રાજપૂત (૨૨)એ હાલમાં ટ્રક નંબર જીજે ૩૬ વી ૦૦૩૨ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારા નજીક આવેલ પીડબલ્યુડીના બંગલા પાસેથી તે પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકમાં તેના પત્ની શિવાનીબેન પણ સાથે બેઠેલા હતા દરમિયાન ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને દંપતિ રસ્તા ઉપર નીચે પટકાતા ફરિયાદી યુવાનના પત્ની શીવાનીબેનના પેટના ભાગ ઉપરથી ટ્રકનો પાછળનો જોટો ફરી વળતા મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટ્રક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News