મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડી પાસેથી ૧૧ ગૌવંશોને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જતી ત્રણ બોલેરો ગાડી પકડાઈ


SHARE







ટંકારાની લતીપર ચોકડી પાસેથી ૧૧ ગૌવંશોને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જતી ત્રણ બોલેરો ગાડી પકડાઈ

ટંકારાની લતીપર ચોકડી પાસેથી જુદી જુદી ત્રણ બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેમાં ક્રૂરતા પૂર્વક ૧૧ ગૌવંશોને બાંધીને લઈ જવામાં આવતા હતા અને આ વાહનોમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પશુ પ્રત્યેક ઘાતકી પણું રાખવા સબબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજા જાતે બોરીચા (૩૨)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે ૧૨ બીઝેડ ૧૯૪૮ ના ચાલક નિજામદિન મામદીન જતે સંધી (૨૩) રહે. નાનાલુણા તાલુકો ભુજ, બોલેરો ગાડી નંબર જીજે ૧૮ બીવી ૧૮૬૮ ના ચાલક રોમતુલા જુમન જત જાતે સંધિ (૪૩) રહે. નાનાલુણા તાલુકો ભુજ અને બોલેરો ગાડી નંબર જીજે ૧૨ બીઝેડ ૯૩૧૨ ના ચાલક રફીક હાજીગફુર જત જાતે સંધિ (૨૪) રહે. બુરકલ તાલુકો ભુજ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારાની લતીપર ચોકડી પાસેથી આ ત્રણેય બોલેરો ગાડીઓ પસાર થઈ રહી હતી ત્યારે બોલેરો પીકપ વાહનમાં ૧૧ ગૌવંશોને ક્રૂરતા પૂર્વક ભરીને દોરડા વડે બાંધીને વાહનમાં કોઈપણ પ્રકારની ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હતા જેથી કરીને પશુ પ્રત્યે ઘાતકી પણું દાખવી ગુનો કર્યા બાબતની હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો અધિનીયમ ૧૧(૧) (એ), ૧૧(૧) (ડી), ૧૧(૧) (એફ), ૧૧(૧)(એચ), ૧૧(૧)(કે), મુજબ ગુનો નોંધીને ત્રણેય વાહના ચાલકોની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બે બોટલ

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૧૨ ના ખૂણા પાસેથી પસાર થયેલા શખ્સને મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે જુદી જુદી બ્રાન્ડની અડધી બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૦૦ ની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી અને આરોપી સંજયભાઈ મનસુખલાલ છનીયારા જાતે સુથાર (૫૫) રહે. લગધીરવાસ ચોક પાસે મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News