મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની ચાર રેડ: ૧૫ જુગારી પકડાયા


SHARE







મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની ચાર રેડ: ૧૫ જુગારી પકડાયા

મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની જુદીજુદી ચાર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૫ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૪૦૨૦ ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશન્મા જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી શહેરના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રામદેવપીરના મંદિર પાસે ખુલ્લી જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જયેશભાઈ ગાંડુભાઈ ડાભી (૨૭) રહે. આનંદનગર નવા સેવા સદન પાછળ મોરબી, મુકેશભાઈ નરસીભાઈ ભલસોડ (૪૬) રહે. કારીયા સીસાયટી વાવડી રોડ મોરબી, રવિભાઈ યોગેશભાઈ ગોસ્વામી (૧૮) રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી અને મનદીપભાઇ રાજુભાઇ બાબરીયા (૨૦) રહે. સોમૈયા સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૩૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

વાંકાનેરના ગારીડા ગામે નિશાળ પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા ગોપાલભાઈ જાદવભાઈ ડાભી (૩૮) રહે. ગારીડા, વિશાલભાઈ બાબુભાઈ મેઘાણી (૧૯) રહે. મોટી મોલડી, લાલાભાઇ ચંદુભાઈ મકવાણા (૩૨) રહે. ગારીડા, વિજયભાઈ મગનભાઈ ડાભી (૩૫) રહે. ગારીડા અને પુનાભાઈ વશરામભાઈ માલણ (૪૩) રહે. ગારીડા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૯૪૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

વાંકાનેર તાલુકા પોલીસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના તળાવ પાસે સતીમાની દેરીની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેવાભાઈ રાયમલભાઈ કુંઢીયા (૩૬), મહેશભાઈ વલ્લભભાઈ કુંઢીયા (૨૭) અને સંજયભાઇ ધીરૂભાઇ કોંઢીયા (૩૦) રહે. બધા જ પંચાસિયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧૮૦ની રોકડ કબજે કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે

માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામમાં મંદિર વાળી શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મેરૂભાઈ જુગાભાઈ દેગામા (૨૦) રહે. ચીખલી, મુસ્તાકભાઈ કરીમભાઇ કટિયા (૨૫) રહે. વડુસર અને સાઉદીનભાઈ જાનમામદભાઈ ભટ્ટી (૩૦) રહે. માળીયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૨૦૦ ની રોકડ તથા ૫૦૦૦ નો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧૫૨૦૦ નો મુદ્દા માલ કબજે કરી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News