મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર-માળીયાના વર્ષામેડીમાં જુગારની બે રેડ: ૧૦ જુગારી પકડાયા


SHARE







મોરબીમાં ત્રાજપર-માળીયાના વર્ષામેડીમાં જુગારની બે રેડ: ૧૦ જુગારી પકડાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં તેમજ માળિયા મીયાણાના વરસામેડી ગામે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૧૦ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૯૧૫૦ રૂપિયાની કિંમતની રોકડ સ્થળ ઉપરથી કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીઓનું જાણવા મળેલ છે..! 

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર પાસે આવેડા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલિસી ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (૩૧), ભરતભાઈ રમેશભાઈ ઝિંઝવાડીયા (૨૮), વિશાલ ગજાભાઈ સાતોલા (૨૦) અને સિકંદર ઈસ્માઈલભાઈ દાવલિયા (૩૧) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૪,૭૦૦ રૂપિયા કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામે મંદિર વાળા ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પરબતભાઈ દેવજીભાઈ ચાવડા (૩૬), ભુપતભાઈ હરખાભાઈ મહાલીયા (૩૪), મકનભાઈ શંભુભાઈ ચાવડા (૪૮), સુખાભાઈ દેવાભાઈ મહાલીયા (૩૫), પેથાભાઇ મેરૂભાઈ સોલંકી (૩૨) અને રમેશભાઇ રાણાભાઇ ચાવડા રહે. બધા વર્ષામેડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેની પાસેથી ૪,૪૪૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News