મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદમાં પત્ની રિસામણે હોય યુવાને ન કરવાનું કર્યું


SHARE







હળવદમાં પત્ની રિસામણે હોય યુવાને ન કરવાનું કર્યું

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા યુવાનની પત્ની રિસામણે હોય તે માનસિક તળાવમાં રહેતો હતો દરમિયાન તેને પોતાના ઘરની અંદર છતના હુક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પિતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેમના દ્વારા આ બનાવાની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતો રવિભાઈ સુરેશભાઈ સોલંકી જાતે અનુ.જાતિ (ઉમર ૨૨) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર છતના હુકમાં સાડી બાંધીને પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને તેના પિતા સુરેશભાઈ ડાયાભાઈ સોલંકી (ઉમર ૪૩) હળવદની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ સુરેશભાઈ સોલંકી દ્વારા આપઘાતના આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના બી.એમ.આલ ચલાવી રહ્યા છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની પત્ની રિસામણે હોય અને યુવાન માનસિક તણાવમાં રહેતો હતો દરમિયાન તેને લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીછેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ગીતાબેન ધનજીભાઈ કલોદરા નામની ૪૨ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.ગીતાબેન કોઈ કારણસર તેમના ઘરે એસિડ પી ગયા હોય તેઓના સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરી બનાવના કારણ અંગે વધુ તપાસ અર્થે આ અંગે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા વાસુભાઈ ઈશ્વરભાઈ ઠાકોર નામના ૨૨ વર્ષના યુવાને ગામમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સાવયરવાર માટે મોરબીની મંગલમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી






Latest News