ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ: આરોપીને પકડવા- સગીરને શોધવા તજવીજ


SHARE







મોરબીમાંથી સગીરાનું અપહરણ: આરોપીને પકડવા- સગીરને શોધવા તજવીજ

મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાની માતા દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા માટેના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાંરહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, અગાઉ તેની દીકરીને શાંતિવન સોસાયટીમાં રહેતા કાસમ ઉમેદ મોવર નામનો શખ્સ હેરાન કરતો હતો અને પાછળ પાછળ ફરતો હતો અને હાલમાં ફરિયાદીની દીકરીનું અપહરણ કરી ગયેલ છે જેથી સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ. દેકાવાડિયા અને તેની ટિમ ચલાવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન રાજેશભાઈ લો (૧૨) નામની બાળકી વૃંદાવન સોસાયટી બાજુ જઈ રહી હતી ત્યારે દરિયાલાલ વે બ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધ નગરમાં રહેતો સંજય ચમનભાઈ સોલંકી (૨૩) નામનો યુવાન મોરબી નજીક કુબેર ટોકીઝ પાસે હતો ત્યારે ત્યાં પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ સંજયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News