મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે પાણીના પરબેથી પાણી ભરવા બાબતે યુવાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો


SHARE





ટંકારાના નેકનામ ગામે પાણીના પરબેથી પાણી ભરવા બાબતે યુવાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો

ટંકારા તાલુકાના નેકનામ ગામના ગ્રામ પંચાયત પાસે આવેલ આરો પ્લાન્ટમાં પાણી ભરવા માટે ગયેલા યુવાનને આ સુવર્ણોનું પાણીનું પરબ છે તમારે અહીંયા પાણી ભરવા આવું નહીં તેવું કહીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો અને જપાજપી કરીને માર માર્યો હતો જેથી યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પરેશભાઈ ખેંગારભાઈ ચાવડા જાતે અનુ. જાતી (૪૦)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છત્રપાલસિંહ યરફે સત્તો ઇન્દુભા ઝાલા રહે, નેકનામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો દીકરો મેહુલ નેકનામ ગામે આવેલ પાણીના પરબે આરો પ્લાન્ટનું પાણી ભરવા માટે થઈને ગયો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીના દીકરા મેહુલને વાળ પકડીને દિવાલ સાથે માથું ભટકાડીને માર મારીને ઇજા કરી હતી ત્યારે ફરિયાદી પોતાના દીકરા મેહુલને કેરબા સાયકલમાં રખાવા જતાં આરોપી તેના દીકરાને માર મારતો હોય તે તેને છોડવા માટે તેને વચ્ચે પડીને તમે મારા દીકરાને શા માટે મારો છો તેવું પૂછતા આરોપીએ કહ્યું હતું કે, “આ સુવર્ણનું પાણીનું પરબ છે તમારે અહીં પાણી ભરવા આવું નહીં તેવું કહી જ્ઞાતિ પ્રત્યે હધડૂત કરી ફરિયાદી સાથે ઝપાઝપી કરીને તેના ખિસ્સામાં રહેલ રોકડા ૧૨૦૦ ની લૂંટ કરી નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૯૨ અને એટ્રોસિટીની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News