ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ


SHARE







મોરબી જિલ્લા પંચાયત ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

પંચાયત ગ્રામ ગ્રુહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવઅંતર્ગત આજ રોજ તા. ૪/૦૮/૨૦૨૩ ના મહિલા નેતૃત્વ દિવસઅન્વયે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરતી મહિલાઓ સાથે ઉપસ્થિત પ્રેક્ષક મહિલાઓના સંવાદ અંગેના સેમીનારનું આયોજન જિલ્લા પંચાયત ભવન, સભાખંડ-મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં સમાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારધીએ આજે વિશ્વમાં અલગ-અલગ ક્ષેત્રે નેતૃત્વ કરી રહેલી મહિલાઓનું ઉદાહરણ આપી બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ દ્વારા સમાજમાં દરેક સ્ત્રીઓ સ્વમાનભેર જીવન જીવી શકે તેવા પ્રયત્ન કરવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આ તકે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વપ્રદાન કરતી મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોટેક્શન ઓફીસર નિલેશ્વરીબા ગોહિલ દ્વારા જાતિ બાધની સીમા પાર કરી આજે સ્ત્રીઓ પણ સારૂં નેતૃત્વકરી શકે છે તે બાબતની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન દર્શનાબેન જોશીએ કરેલ હતુ. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મોરબી તાલુકા વિકાસ અધિકારી દિપાબેન કોટક, અગ્રણીઓ ડો. હસ્તીબેન મહેતા, જયાબેન જારીયા, હસીનાબેન લાડકા તથા મોરબી જિલ્લામાં મહિલા નેતૃત્વ કરતા ૧૩ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હાજર રહ્યા હતા.






Latest News