​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે પાણીના પરબેથી પાણી ભરવા બાબતે યુવાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો


SHARE









ટંકારાના નેકનામ ગામે પાણીના પરબેથી પાણી ભરવા બાબતે યુવાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો

ટંકારા તાલુકાના નેકનામ ગામના ગ્રામ પંચાયત પાસે આવેલ આરો પ્લાન્ટમાં પાણી ભરવા માટે ગયેલા યુવાનને આ સુવર્ણોનું પાણીનું પરબ છે તમારે અહીંયા પાણી ભરવા આવું નહીં તેવું કહીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો અને જપાજપી કરીને માર માર્યો હતો જેથી યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પરેશભાઈ ખેંગારભાઈ ચાવડા જાતે અનુ. જાતી (૪૦)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છત્રપાલસિંહ યરફે સત્તો ઇન્દુભા ઝાલા રહે, નેકનામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો દીકરો મેહુલ નેકનામ ગામે આવેલ પાણીના પરબે આરો પ્લાન્ટનું પાણી ભરવા માટે થઈને ગયો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીના દીકરા મેહુલને વાળ પકડીને દિવાલ સાથે માથું ભટકાડીને માર મારીને ઇજા કરી હતી ત્યારે ફરિયાદી પોતાના દીકરા મેહુલને કેરબા સાયકલમાં રખાવા જતાં આરોપી તેના દીકરાને માર મારતો હોય તે તેને છોડવા માટે તેને વચ્ચે પડીને તમે મારા દીકરાને શા માટે મારો છો તેવું પૂછતા આરોપીએ કહ્યું હતું કે, “આ સુવર્ણનું પાણીનું પરબ છે તમારે અહીં પાણી ભરવા આવું નહીં” તેવું કહી જ્ઞાતિ પ્રત્યે હધડૂત કરી ફરિયાદી સાથે ઝપાઝપી કરીને તેના ખિસ્સામાં રહેલ રોકડા ૧૨૦૦ ની લૂંટ કરી નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૯૨ અને એટ્રોસિટીની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News