મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

અજબ પ્રેમ કી ગજબ કહાની: મોરબીમાંથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ થઈ ગયા છુટાછેડા !


SHARE







અજબ પ્રેમ કી ગજબ કહાની: મોરબીમાંથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ થઈ ગયા છુટાછેડા !

વર્તમાન સમયમાં પ્રેમી પંખીડાઓ ભાગીને લગ્ન કરે તેવી ઘટનાઓ ઘણી સામી આવતી હોય છે જોકે મોરબીમાં અજબ પ્રેમની ગજબ કહાની જેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવતીએ પોતાના ઘરેથી ભાગી જઈને પ્રેમી સાથે લગ્ન કરી દીધા હતા જોકે ત્યારબાદ વડીલોની સમજાવટથી યુવતીએ છૂટાછેડા લઈ લીધા છે અને હાલમાં યુવતી ઘરે પરત આવી ગઈ છે

સોશિયલ મીડિયાના દિવસેને દિવસે વધતા ક્રેઝના કારણે પ્રત્યક્ષ રીતે ન જાણતા હોય તેવા લોકોના સંપર્કમાં આવીને ઘણી વખત ચોંકાવનારા બનાવો સામે આવતા હોય છે જેમાં સોશિયલ મીડિયા થકી તાજેતરમાં પાકિસ્તાનથી મહિલા તેના ચાર બાળકોને સાથે લઈને તેના પ્રેમી પાસે ભારતમાં આવી હોય તે પ્રકારના સમાચારો સામે આવ્યા હતા તેની સાહી હજુ સુકાઉ નથી ત્યાં મોરબીમાં અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો કિસ્સો સામે આવ્યો છે અને સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મોરબીમાં રહેતી યુવતી પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર જતી રહી હતી અને જે વ્યક્તિ સાથે તેને પ્રેમ સંબંધ હતો તે યુવાન પાસે પહોંચી હતી અને ત્યારબાદ તેણે મંદિરમાં તે યુવાન સાથે લગ્ન પણ કરી લીધા હતા જોકે, ત્યારબાદ વડીલોની સમજાવટથી યુવતીએ તે યુવાનની સાથે છૂટાછેડા લઈ લીધા છે અને હાલમાં તે યુવતી તેના પરિવારજનો પાસે પહોંચી ગયેલ છે જોકે અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો આ કિસ્સો હાલમાં મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં વીસી ફાટક નજીક હાઇ સ્કૂલના ખૂણા પાસેથી એકટીવા લઈને પટેલ દીપકમલ અમૃતલાલ (૩૮) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે રીક્ષા ચાલકે તેના એકટીવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ વેલનાથ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ કાળુભાઈ મોડુંમિયા (૩૫)ને રફાળેશ્વર ગામ પાસે આવેલ ગૌશાળા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કુબેરનાથ રોડ ઉપર રહેતો ચિરાગ મૂળજીભાઈ વાળા (૨૪) નામનો યુવાન મોરબીની વીસી હાઇસ્કુલ પાસે બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી નીચે પડી જતા તે યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News