મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના માણેકવાડા ગામે જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાસભાગ: ચાર પકડાયા, ચાર ફરાર


SHARE







હળવદના માણેકવાડા ગામે જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાસભાગ: ચાર પકડાયા, ચાર ફરાર

હળવદના માણેકવાડા ગામે માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જો કે પોલીસે ચાર જુગારીની ૧૨,૪૦૦ ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને નાસી ગયેલ ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી રાજેશભાઈ શિવાભાઈ કટોણા જાતે કોળી (૪૫), હરખાભાઈ મેરાભાઇ રાવા જાતે ભરવાડ (૨૪), નવઘણભાઈ જહાભાઈ કટોણા જાતે કોળી (૨૮) અને બુટાભાઈ ભીમાભાઇ કટોણા જાતે કોળી (૩૪) જુગાર રમતા ઝડપાઈ ગયા હતા જોકે, પોલીસને જોઈને ચંદુભાઈ જીવણભાઈ કોળી રહે. ઓળ મકાભાઈ ભરવાડ રહે. સામથેરવા, હકાભાઇ કોળી રહે. નવાગામ અને રમેશભાઈ મુંધવા રહે. સમથેરવા વાળા નાસી ગયા હોય પોલીસે પકડાઈ ગયેલા આરોપીઓ પાસેથી ૧૨,૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને નાસી છૂટેલા ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ચલણી નોટ જુગાર

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચલણી નોટના આધારે જુગાર રમતા ચંદુભાઈ મોતીભાઈ નગવાડિયા જાતે કોળી (૬૩) રહે. જુના બસ સ્ટેશન પાસે મોરબી આરીફભાઈ મુસ્તાકભાઈ બ્લોચ જાતે મકરાણી (૪૨) રહે. મકરાણીવાસ મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે ૨૭૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારી રેડ કરી હતી ત્યારે સલીમભાઈ અકબરભાઈ સમા જાતે સિપાહી (૪૨) રહે. સિપાઈ વાસ માતમ ચોક પાસે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૨૮૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News