મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં જીતુભાઈનું નામ કાઢવા ખેલ પડ્યો, ગાંધીનગરમાં કારી ન ફાવી !


SHARE











રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં જીતુભાઈનું નામ કાઢવા ખેલ પડ્યો, ગાંધીનગરમાં કારી ન ફાવી !

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકિત ગો સિધ્ધ કરવા માટે કે પછી અધિકારીની બેદરકારીના લીધે જીતુભાઈનું નામ કાઢવાનો ખેલ પડ્યો હતો જોકે, ગાંધીનગર ખાતે વડાપ્રધાનની હાજરીમાં તમામ ધારાસભ્યોની હાજરીમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં કોઇની કારી ફાવી નહીં અને ત્યાં હાજર રહેલા ૧૫૬ ધારાસભ્યો સહિતના ૧૭૫ લોકોમાંથી વડાપ્રધાને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે વાત કરી હતી જો કે, રાજકોટમાં જે ખેલ પાડવામાં આવ્યો હતો તેની ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે

ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમૂહ ભોજન લીધું હતું તે દરમિયાન ભાજપના જુના કાર્યકર્તા અને હાલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમણીને જોઈ જતા વડાપ્રધાને કહ્યું હતું કે "જીતુ કાલની સભામાં જોયો તને, હજુ એવોને એવો જ છો કાઈ ફેર નથી પડ્યો તારામાં" ત્યારે જીતુભાઇ સોમાણીએ કહ્યું હતું કે, સાહેબ અઢાર કિલો વજન ઘટાડી દીધો જે સાંભળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્મિત સાથે બાજુમાં બેઠેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કહ્યું હતું કે આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે તે રમુજ હતી કે કટાક્ષ તે સમજવા વાળા માટે સંકેત જ કાફી છે અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ અને જંગી સભા યોજાઇ હતી તેમાં સ્ટેજની બેઠક વ્યવસ્થામાં જીતુભાઈનું નામ કાઢવા માટેનો ખેલ પાડવામાં આવ્યો હતો જો કે, છેલ્લી ઘડીએ કલેક્ટર સહિતના અધિકારીઓને દોડાદોડી થઈ ગયેલ હતી અને ત્યાર બાદ જીતુભાઈનું નામ સ્ટેજ ઉપર આવ્યું પરંતુ પ્રોટોકોલ મુજબ સ્વાગત સન્માનમાં તેની નામ રાખવામા આવ્યું ન હતું અને એન્કર તેનું નામ બોલ્યા ન હતા જેથી કરીને જીતુભાઈ સ્ટેજ ઉપર હતા તો પણ ત્યાં આગળ ગયા ન હતા જેથી કરીને નરેન્દ્રભાઈ મોદીએ કટાક્ષ કર્યો હતો કે તને કાલે સ્ટેજ ઉપર જોયો જો કે, રાજકોટમાં ખેલ પડનારાની ગાંધીનગરમાં કારી ફાવી ન હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની સાથે જ વાત કરી હતી જે હાલમાં રાજકીય ચર્ચાનો વિષય બનેલ છે અને રાજકોટમાં જે ખેલ પાડવામાં આવેલ છે તેની ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી છે તેના આગામી દિવસોમાં પડઘા પડશે






Latest News