મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળામાં વાસણની સફાઈ કરતી વિદ્યાર્થિનીઓનો ફોટો થયો વાયરલ


SHARE







મોરબીની સરકારી શાળામાં વાસણની સફાઈ કરતી વિદ્યાર્થિનીઓનો ફોટો થયો વાયરલ

રાજ્યના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સરકારી શાળાઓમાં અભ્યાસ માટે થઈને આવતાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં સફાઈ કરવામાં આવતી હોય તેમજ શાળાના આચાર્ય કે શિક્ષકોના વાહનોની સાફ-સફાઇ કરવામાં આવતી હોય આવા વીડીયો અને ફોટો તો અગાઉ અનેક વખત વાઇરલ થયા છે તેવી જ રીતે મોરબી શહેરના જેલ રોડની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓ પાસે શાળાના વાસણોની સાફસફાઈ કરવામાં આવતી હોય તે પ્રકારનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે શાળામાં અભ્યાસ કરવા માટે થઈને આવતા વિદ્યાર્થીઓ પાસે શા માટે વાસણની સફાઈ કરવામાં આવતી હોય છે અને અન્ય સફાઇ કામ કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ અહી ઊભો થઈ રહ્યો છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં કુલ મળીને ૫૯૦ કરતાં વધુ સરકારી શાળાઓ આવેલી છે જેમાં ઘણી વખત વિદ્યાર્થીઓ માટે નાના-મોટા કામ કરવામાં આવતા હોય તેવી માહિતી અને ફરિયાદ સામે આવતી  છે જોકે હાલમાં મોરબીના સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે જેમાં સરકારી શાળાની અંદર અભ્યાસ કરવા માટે તેને આવેલી વિદ્યાર્થીનીઓ પાસે શાળામાં વાસણાની સફાઈ કરવામાં આવતી હોય તે પ્રકારનો જોવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં જેલની સામેના ભાગમાં વિસ્તારમાં સાર્વજનિક સરકારી પ્રાથમીક શાળા આવે છે આ સરકારી શાળાની અંદર અભ્યાસ માટે છેવાડાના અને શ્રમજીવી પરિવારની દીકરી આવે છે અને તેઓની પાસે શાળાની અંદર વાસણની સફાઈ કરવામાં આવતી હોય તે પ્રકારનો ફોટો હાલમાં વાઇરલ થયો છે અત્રે ઉલેખનીય છે કેઅગાઉ આ વિસ્તારના સ્થાનિક આગેવાનો દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકોને ત્યાં જઈને શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે સફાઈ સહિતના કામો નહીં કરાવવા માટે કહેવામા આવ્યું છે તો પણ વિદ્યાર્થીનીઓ પાસે વાસણની સફાઈ કરાવવામાં આવતી હતી ત્યારે આ અંગે જવાબદાર અધિકારી દ્વારા આચાર્યો અને શિક્ષકોની સામે નક્કર પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News