મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !


SHARE







મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !

મોરબીમાં સોઓરડી અંદર આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં છેલ્લા ૬૦ વર્ષથી રહેતા ૩૯ સામાન્ય પરિવારોને હાલમાં ઘર ખાલી કરવાની અચાનક નોટિસ આપવામાં આવી છે જેથી કરીને સ્થાનિક લોકોએ ભાજપના ધારાસભ્ય અને પાલિકાના માજી સભ્યોને સાથે રાખીને કલેક્ટરને આ મુદે રજૂઆત કરી હતી અને જરૂરી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા

મોરબીમાં સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિર પાસે આજ કાલથી નહીં પરંતુ છેલ્લા ૬૦ વર્ષથી રહેલા ૩૯ પરિવારોને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જેમાં પોલીસે જણાવ્યું છે કે, આ મકાનો અને પ્લોટ ગેરકાયદે છે અને લેન્ડગ્રેબીગની ફરિયાદ થઈ હોવાનું કહીને મકાનો ખાલી કરવા કહેવામા આવ્યું છે જેથી કરીને જે પરિવારોને નોટિસ આપવામાં આવી છે જે પરિવારના લોકોએ ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અમે પાલિકાના માજી સભ્ય ગિરિરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરાસરા, ગૌતમભાઈ સોલંકી, સુરેશભાઇ સીરોહિયા તેમજ ભાજપના આગેવાન જયોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓને સાથે રાખી અધિક કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને તે જમીનને લગતા જરૂરી આધાર પુરાવાઓને પણ સ્થાનિક લોકો દ્વારા અધિકારી સમક્ષ મૂકવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૬૩ અને ૧૯૭૩ માં સનદથી પ્લોટ આપવામાં આવ્યા છે જેમાં કુલ 39 પ્લોટમાંથી ૨૪ માં મકાન બનેલ છે અને ૧૫ પ્લોટ હજુ પણ ખુલ્લા જ છે ત્યારે સ્થાનિક લોકોને ન્યાય કરવાની માંગ કરવામાં આવી છે






Latest News