મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયામાં પતિની હત્યા કરનારા જેઠ-દિયર સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ


SHARE







હળવદના દિઘડિયામાં પતિની હત્યા કરનારા જેઠ-દિયર સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ

હળવદના દિઘડિયા ગામે સીમમાં આવેલ વાડીએ ત્રણ સગા ભાઇઓ રહેતા હતા તેઓની વચ્ચે ખેતીની જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે બોલાચાલી થઇ હતી ત્યારે ઉશ્કેરાટ અને આવેગમાં આવીને બે ભાઈઓએ એક સંપ કરીને તેના જ સગા ભાઈને છોરીયું અને છરીના ઘા ઝીકયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને તે યુવાનની પત્ની અને સંતાનને પણ મારા મારીના બનાવમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ હતા અને આ બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાએ તેના જેઠ અને દિયરની સામે તેના પતિની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ બોલાચાલી કરીને મુકેશભાઈ ઉપર છરી અને છોરીયા વડે હુમલો કર્યો હતો અને મુકેશભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી અને મૃતકના પત્ની દક્ષાબેન અને બાર વર્ષના દીકરા હર્ષદને માર મારીને ઈજા કરવામાં આવૈ હતી જેથી તે બંનેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ હતા

હાલમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ રઘાભાઈમુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે, વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી પાણી લેવા બાબતે ત્રણેય ભાઇઓની વચ્ચે બોલાચાલી થઈ હતી. અને બાદમાં બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ તીક્ષ્ણ હથિયાર વડે મુકેશભાઇ ઉપર હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇની હત્યા થઈ હતી હાલમાં તેની પત્ની દક્ષાબેન મુકેશભાઇએ તેના જેઠ અને દિયરની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઑને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News