મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે બંધ ટ્રેઇલર પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર પાંચ યુવાનોના મોત


SHARE







મોરબીના ટીંબડી ગામે બંધ ટ્રેઇલર પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર પાંચના મોત

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે પાટીદાર ટાઉનશીપ નજીક ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ પડેલા ટ્રેલરની પાછળ ટ્રાન્સપોર્ટરની સ્વિફ્ટ કાર ઘૂસી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલા પાંચ રાજસ્થાની ટ્રાન્સપોર્ટરોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા અને મૃતકોની બોડી કારમાં ફસાઈ ગઈ હોવાથી તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી અને મોરબી સિવિલ ખાતે તેની બોડીને ખસેડવામાં આવી હતી

મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા નજીક પાટીદાર ટાઉનશીપ આવેલ છે ત્યાં અશ્વમેઘ હોટલની સામેના ભાગમાં રોડની સાઇડમાં બંધ કરીને પાર્ક કરાયેલ ટ્રેલરની પાછળ સ્વીફટ કાર નંબર જીજે ૩૬ એફ ૧૦૫૯ ઘૂસી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલા પાંચ યુવાનોના મોત નિપજયા હતા અને કારમાં બેઠેલા લોકોની બોડી કારમાં જ ફસડાઈ ગઈ હતી જેથી કરીને કારના પતરાને કાપીને બોડીઓને બહાર કાઢવામાં આવી હતી અને પાંચ મૃતકોની બોડીને એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ અકસ્માતમાં જે લોકોમાં મોત થયા છે તેમાં ચૌધરી કોમ્પલેક્ષ આશિર્વાદ ટ્રાન્સપોર્ટ વાળા આનંદસિંગ શેખાવત રહે. મૂળ ચુરૂ રાજસ્થાન અને હાલ રહે. ગણેશનાગર ટિંબડી પાટિયા, મોરબી-૨, તારાચંદ તેજપાલ બારાલા જાતે જાટઅશોક બિલેડા, વિજેન્દ્રસિંગ અને પવન મિસ્ત્રીનો  સમાવેશ થાય છે અને મૃતક આનંદસિંગ શેખાવત સહિતના પાંચેય ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે અને જો કે આ ઘટનાની જાણ થતાં મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા રાજસ્થાની લોકો મોરબી સિવિલે દોડી આવ્યા હતા અને જીલ્લા પોલીસવડા સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને રસ્તા ઉપરથી ટ્રાફિક ક્લિયર કરીને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો અને જે કારણો અકસ્માત થયો છે તે લક્ષ્મીનગર ગામ બાજુથી મોરબી ગણેશનગર કે જયા આનંદસિંગ શેખાવત સહિતના પાંચેય ટ્રાન્સપોર્ટ રહેતા હતા તે બાજુ આવી રહી હતી તેવું પ્રાથમી તપાસમાં સામે આવ્યું છે

મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બીપોઝીટીવ




Latest News