મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદ પંથકમાં રેતી ચોરીના રેકેટમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







હળવદ પંથકમાં રેતી ચોરીના રેકેટમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીનો હળવદ તાલુકો રેત ચોરી માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે ત્યારે થોડા સમય પહેલા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેત ચોરી બાબતે રેડ કરવામાં આવી હતી અને કરોડોની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને આરોપીઓને પકડવામાં આવ્યા હતા આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે

આ રેડ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં આરોપીઓને સ્થળ ઉપરથી પકડવામાં આવ્યા હતા અને કરોડોનો મુદામાલ પણ કબજે કર્યો હતો આ ગુનાની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ. ઝાલાને સોંપવામાં આવી હતી. તેને થોડા સમય પહેલા તેઓએ સમયાંતરે ત્રણ આરોપીને પકડ્યા હતા ત્યારે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એ. ઝાલા અને રાઇટર સંજય લકુમ દ્વારા આરોપી દશરથ ભીખાભાઈ રોજીયા જાતે રબારી (૩૧) રહે. કળમાદ તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને જે વાહનો કબજે કરવામાં આવ્યા હતા તેમાં આ આરોપીનું પણ એક હિટાચી મશીન હતું જેથી તેને હાલમાં પકડવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસ પરામાં ખાડા વિસ્તારમાં રહેતા ગૌરીબેન કલ્પેશભાઈ વાઘેલા (૩૫) નામની મહિલાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે






Latest News