મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન દારૂ સાથે ફીનાઇલ મિક્સ કરીને પી ગયો !


SHARE











મોરબીમાં યુવાન દારૂ સાથે ફીનાઇલ મિક્સ કરીને પી ગયો !

મોરબીના વિસ્તાર પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે દારૂ સાથે ફીનાઇલ મિક્સ કરીને પી લીધું હતું અને ત્યારબાદ પોતાના હાથે છેકા મારી લીધા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા અતુલ નટવરભાઈ પંડયા (૩૦) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે દારૂ સાથે ફીનાઇલ મિક્સ કરીને તે પી ગયો હતો તેમજ તેણે પોતાના હાથ ઉપર પોતાની જાતે તિક્ષણ વસ્તુથી છેકા મારી લીધા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરી પાસે આવેલ હરિ ઓમ સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દેવાભાઈ રવજીભાઈ વાઘેલા (૩૨) રહે. જેતપુર નવાગઢ જીલ્લો રાજકોટ વાળાને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતો નન્વીર હાજીયુનુસ પઠાણ (૩૧) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે ક્રેન વાહનમાં અકસ્માતે તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે






Latest News