મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના આધેડ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પગથિયા ઉપર પડી જતા મોત


SHARE











મોરબીના આધેડ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પગથિયા ઉપર પડી જતા મોત

મોરબીના રહેવાસી લોહાણા આધેડ મોરબીથી ચોટીલા માતાજીના દર્શન માટે ગયા હતા અને ત્યાં ચોટીલા માતાજીના મંદિરેથી ઉતરતા સમયે પગથિયા ઉપર પડી જવાથી માથાના ભાગે થયેલી ગંભીર ઇજાઓના પગલે તેઓનું ત્યાં ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.જેથી તેમના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતા અને લાતી પ્લોટમાં ગતિ ટ્રાન્સપોર્ટના નામે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા ઘનશ્યામભાઈ ધીરજલાલ કાથરાણી જાતે લોહાણા નામના ૫૦ વર્ષના આધેડ મોરબીથી ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા અને ત્યાં ચોટીલા ચામુંડા માતાના મંદિરે દર્શન કર્યા બાદ નિચે ઉતરતા સમયે તેઓ પગથીયા ઉપર પડી ગયા હતા જેથી કરીને માથાના ભાગે થયેલ ગંભીર ઇજાઓના પગલે ઘનશ્યામભાઈ ધીરજલાલ કાથરાણીનું મોત નીપજ્યું હતું.જેના પગલે તેઓના ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.હાલ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા ઇન્કવેસ્ટ પંચનામા સાથે પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે બનાવ અંગે ચોટીલા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારની પાછળ આવેલ શિવ સોસાયટીમાં રહેતા મનોજ સંચિતભાઈ રાજપુત નામના ૩૪ વર્ષના યુવાનને તેના ઘર પાસે કોઈ કારણોસર થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રામપાર્ક શેરી નંબર-૧ માં રહેતા અનવરભાઈ શરીફભાઇ મોદન (૪૭) અને ફરીદાબેન અનવરભાઈ (૪૭) બંને મોરબીના રાજકોટ હાઇવે ઉપર શનાળા બાયપાસ રાજપર ચોકડી પાસેથી બાઈક લઈને જતા સમયે ત્યાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજા થતાં અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના રામઘાટ પાસે આવેલ મકરાણીવાસમાં રહેતા ઇલ્યાસ સીરાજુદિન દરજાદા નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ ઓવરબ્રિજના ખૂણા પાસે બાઈક લઈને જતા સમયે ત્યાં રસ્તામાં તેનું બાઇક પલ્ટી મારી જતા ઇજા થતાં તેને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.






Latest News