મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી મેફેડ્રોનનો જથ્થો પકડવાના બનાવમાં વધુ એક આરોપીની ધરપકડ: અગાઉના બે રિમાન્ડ ઉપર


SHARE







મોરબી નજીકથી મેફેડ્રોનનો જથ્થો પકડવાના બનાવમાં વધુ એક આરોપીની ધરપકડ: અગાઉના બે રિમાન્ડ ઉપર

મોરબી નજીક પાનેલી ગામના પાટીયા પાસે સર્વીસ રોડ ઉપરથી ગઇકાલે બે શખ્સની ૬,૪૨,૦૦૦ ના મેફેડ્રોનના કોમર્શીયલ જથ્થા સાથે ધરપકડ કરી હતી અને કુલ મળીને ૭,૧૯,૪૬૦ લાખના મુદામાલને કબજે કરવામાં આવ્યો હતો અને પહેલા જે બે આરોપીને પકડવામાં આવેલ છે તે બંને આરોપીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને આ ગુનામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમે બાતમી આધારે સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે. ચન્દ્રપુર માર્કેટીંગ યાર્ડ સામે વાંકાનેર તથા રજાકભાઇ આમદભાઇ ઘાંચી રહે.માધાપર મોરબી વાળાની પાનેલી ગામના પાટિયા પાસે હાઇવેના સર્વીસ રોડ ઉપરથી નંબર વગરના હોન્ડા સાઇન બાઇક સાથે પોલીસે ૬૪.૨૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો અને કુલ મળીને ૭,૧૯,૪૬૦ નો મુદામાલ કબજે કરીને આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ જાતે મકરાણી (૪૨) રહે. ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ પાસે વાંકાનેર અને રજાકભાઇ ઉર્ફે લાલો આમદભાઇ પરમાર જાતે ઘાંચી (૫૦) રહે. માધાપર-૧૪ મોરબી વાળાની ધરપકડ કરેલને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસની તપાસ માળીયા તાલુકા પીએસઆઈ એન.એમ.ગઢવીને સોંપવામાં આવી છે અને અગાઉ પકડાયેલા બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.જેથી ડ્રગ્સનો જથ્થો કયાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ કરવામાં આવશે અને આ ગુનામાં હાલમાં તપાસનીસ અધિકારી દ્વારા આરોપી જુનેદભાઇ હનીફભાઇ પરમાર જાતે ઘાંચી (૩૫) રહે. માધાપર શેરી નં-૫ મોરબી વાળાની માળીયા તાલુકા પોલીસ સ્ટેશનેથી ધરપકડ કરવામાં આવેલ છે તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News